કચ્છના વધુ એક યુવા રાજકીય નેતાએ ચાખ્યો 'મીઠી ખારેક' નો સ્વાદ..? શુ કચ્છના રાજકારણમાં ફરી સર્જાશે નલિયાકાંડ..?




કચ્છ  તા. ૩૦: કચ્છના રાજકારણમાં નલિયા સામૂહિક દુષ્કર્મ કાંડના પડઘા હજુ શાંત થયા નથી ત્યાં, ફરી કચ્છના રાજકીય યુવાન આગેવાનના કહેવાતા કરતુતને લઇ ચર્ચાએ ભારે જોર પકડ્યો છે. સતાપક્ષના મોભીઓમાં ગણાતા ગુરુના શિષ્ય દ્વારા સમાજની યુવતીને લાંબા સમયથી બ્લેકમેઇલ કરીને શોષણ કરતો હોવાની શંકા ને લઈ  ગુરુએ ચેલાને રંગરેલીયા કરતા રંગે હાથ પકડી મેથીપાક ચખાડ્યો હોવાની ઘટનાએ કચ્છના રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે.


ભુજના એક ભદ્ર સમાજની દિકરીને સત્તા પક્ષના મનાતા કચ્છ જિલ્લાના એક નેતા દ્વારા છેલ્લા કેટલાક સમયથી બ્લેકમઇલ કરીને મુન્દ્રા રોડ પર એક બંગલામાં વારંવાર શોષણ કરવામાં આવતું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.


આ ઘટના સબંધે સતાપક્ષના જ એક મોભી નેતાના કાને આ વાત જતાં એ મોભીને નેતાએ સમાજના કેટલાક અગ્રણીઓની સાથે રહી જિલ્લા સતા પક્ષના એ યુવા નેતાને રંગરેલીયા મનાવતાં રંગે હાથે પકડી પાડીને સારો એવો મેથી પાક ચખાડ્યો હોવાનું અને આ બાબતે યુવા નેતાને પૂર્વ મોભી નેતાએ સખ્ત શબ્દોમાં ન કહેવાનું કહી તેમજ સત્તા પક્ષમાં ઉચ કક્ષાએ બેઠેલા નેતાઓને પણ આ અંગે આકરી ભાષામાં જણાવવામાં આવ્યું હોવાનું સુત્રોમાં ચર્ચાઇ રહ્યું છે.

ભદ્ર સમાજની યુવતીની આબરુ અને ઇજ્જતને કારણે આ ઘટના સબંધે પોલીસ સુધી મામલો પહોંચ્યો ન હતો. પરંતુ આ ઘટનાની ચર્ચાએ નલિયાકાંડની યાદ તાજી કરી દીધી હોવાની ભારે હવા છે.


જાણકારોના જણાવ્યા પ્રમાણે જે રંગે હાથે પકડાયો છે. અને જેણે પકડ્યો છે. તે એકમેકની નજીક હોવાની રાજકારણમાં ચર્ચા છે. ત્યારે અમુક નેતાઓના પીઠ બળ હેઠળ નવા નેતાઓ ફુલ્યા ફાલ્યા છે. અને જો હુકમી થકી બંધ બારણે આવા કૃત્ય આચરી રહયા હોવાની વાત બહાર આવી પ્રસિધ્ધ થઇ છે.


આ કહેવાતા નેતા દ્વારા કેટલાક લોકોને ધાકધમકી આપી રુપિયા પડાવવાની વાત પણ અગાઉ બહાર આવી હતી પરંતુ સત્તા સામે શાણ પણ કોણ કરે તેથી ભોગ બનનારાઓએ ચુપકીદી શેવી લીધી હતી, દારુની મહેફીલ અને જુગાર સહિતના કિસ્સાઓમાં ચમકેલા આ યુવા નેતાનુ નામ અગાઉ પણ સામે  આવી ચુક્યુ છે. પણ તંત્રમાં વગને કારણે સારુ સેટલમેન્ટ કરીને મામલો દબાવી દેવામાં આવ્યા હોવાનું ચર્ચાય છે.

Post a Comment

3 Comments

  1. Naam to lakho tamne koni saram nade che

    ReplyDelete
  2. નામ ન લખવાની ફી- રકમ કેટલી???

    ReplyDelete
  3. पैसा का खेल हे

    ReplyDelete