પશ્વિમ કચ્છમાં દારૂની બદી અટકાવવા માટે પોલીસ કટિબદ્ધ
ત્રગડીના કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ અને ખાનાયના જીતુભાએ મંગાવ્યો હતો દારૂ
ભુજ : પશ્ચિમ કચ્છ જિલ્લામાં દારૂની બદી અટકાવવા માટે એસપી વિકાસ સુંડા દ્વારા અપાયેલી સૂચના અંતર્ગત પીઆઈ એચ.આર.જેઠી અને પીએસઆઇ જે.બી જાદવના માર્ગદર્શનમાં ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે પ્રાગપર ચોકડી પાસે આવેલ રંગલા પંજાબ હોટલ સંગતપુર પાસે ઊભેલી ટ્રકમાં તપાસ કરતા દારૂ મળી આવ્યો હતો. માંડવી તાલુકાના ત્રગડી ગામના કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ વજુભા જાડેજા અને અબડાસાના ખાનાય ગામના જીતુભા મંગલસિંહ સોઢાએ પોતાના મળતીયા માણસો સાથે મળી પંજાબમાં બેઠેલા તેમના સાગરીતો પાસેથી દારૂ મંગાવ્યો હોવાનું સામે આવ્યું હતું. રાજસ્થાનના પોખરણના આઇદાન ગોવરધનસિંહ રાઠોડની ટ્રક નંબર જીજે 12 ઝેડ 3532 માં દારૂ ભરેલ હતો ગણતરી કરતા તેમાં દારૂની 7584 બોટલ અને બિયરના 5640 ટીન મળી આવ્યા હતા.શરાબની કિંમત 82,06,800 આંકવામાં આવી છે તેમજ 10 લાખની ટ્રક સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. હાજર ન મળી આવેલા લિસ્ટેડ બુટલેગર યુવરાજસિંહ તેમજ જીતુભા અને ટ્રક માલિક,ચાલક સામે પ્રાગપર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
0 Comments