ગઢશીસા પાસેના હમલા નજીક આધાર વગરનાં ૯૦ હજારનાં ઓઇલ સાથે જીપ પકડાઈ

ગઢશીસા પાસેના હમલા નજીક આધાર વગરનાં 90 હજારનાં ઓઇલ સાથે જીપ પકડાઈ



માંડવી તાલુકાના ગઢશીસા પાસે આવેલા હમલા ગામ નજીકના જાહેર માર્ગ ઉપરથી બોલેરો પીકઅપ જીપમાં લઇ જવાતો રુપીયા ૯૦ હજારની કિંમતનો આધાર-પુરાવા વગરનો ઓઇલનો જથ્થો ગઢશીસા પોલીસે ઝડપી પાડયો હતો. જેમાં ઘોડાલખ ગામના મેઘા જેશા રબારીની પૂછતાછ સાથે પોલીસે પગેરું દબાવ્યું છે. ગઢશીશા પોલીસની ટુકડીએ પેટ્રોલીંગ દરમ્યાન હમલા ગામ નજીક જી.જે.૧૨-બી.એકસ.-૮૧૩૯ નંબરની બોલેરો પીકઅપ જીપને રોકી તેની તલાશી લેતા તેમાંથી ૪૫૦ લિટર ઓઇલ ભરેલા ત્રણ પીપડા મળી આવ્યા હતા. જીપના ચાલક એવા ઘોડાલખ ગામના યુવાન મેઘા રબારીની પૂછતાછ કરાતા તે આ ઓઇલના જથ્થા વિશે કોઈ આધારો રજૂ કરી શકયો ન હતો. અને પોલીસને સંતોષકારક જવાબ ન મળવાના કારણે આ જથ્થો શંકાસ્પદ માલ તરીકે કબજે લઇ યુવાનની અટક કરાઇ હતી.પોલીસે આ માહિતી આપતા જણાવ્યું હતું કે રુપીયા ૯૦ હજારનું ઓઇલ, ત્રણ બેરલ અને જીપ મળી કુલ રુપીયા ૬.૯૩ લાખની માલસામગ્રી કબજે લેવામા આવી છે. અટકાયત કરાયેલા ચાલકની પૂછતાછમાં આ ઓઇલ કયાંથી અને કેમ આવ્યું તેની કડીઓ પોલીસ મેળવી રહી છે. પોલીસ ઇન્સ્પેકટર આર.ડી. ગોજીયા સાથે સ્ટાફના નવીન પટેલ, ભરત પટેલ, કાનજી ડોડિયા, મનીષ સંઘાર વગેરે આ કાર્યવાહીમાં જોડાયા હતા

Post a Comment

1 Comments

  1. Merkur Gold Strike Safety Razor - FEBCASINO
    Merkur's 바카라 Gold Strike Safety Razor, Merkur Platinum Edge Plated Finish, German, deccasino Gold-Plated, Satin Chrome https://deccasino.com/review/merit-casino/ Finish. apr casino Merkur has a more aggressive https://febcasino.com/review/merit-casino/ looking,

    ReplyDelete