સ્થાનીક સ્વરાજ્યની ચુંટણી સબબ જીલ્લા પંચાયતની સીટના કોંગ્રેસી ઉમેદવારે પ્રચાર કર્યો શરુ

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમા તમામ પક્ષો પોતાનો એડીચોટીનો જોર લગાવી પ્રચાર, પ્રસાર કરી રહ્યા છે. રાજકારણમા ગરમાવો દેખાઈ રહ્યો છે. ત્યારે આજે પક્ષોના ઉમેદવારોએ પ્રચાર, પ્રસાર ચાલુ કર્યો છો. કેરા જીલ્લા પંચાયત બેઠક માટે પણ કોટડા ચકારના વેપારીને કોંગ્રેસ દ્વારા ટીકીટ ફાળવવામા આવી છે, નારણભાઇ પચાણભાઈ મહેશ્વરી તે કોટડા ચકારમા એક વેપારી તરીકે સારૂં વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસપક્ષ તરફથી કેરા બેઠક માટે ટીકીટ ફાળવવામાં આવી છે. આજ થી પ્રચાર પ્રસાર શરુ કરવાનો હોતા નારણભાઇએ ઈષ્ટદેવ, પરમ પુજ્ય મતિયાદેવાના આશીર્વાદ મેળવ્યા હતા, ઈષ્ટદેવ, પરમ પુજ્ય મતિયાદેવાના દર્શન કરિને આશીર્વાદ મેળવ્યા બાદ આજથી પોતાનો પ્રચાર સરુ કર્યુ છે. તેમના પ્રવાસના કાર્યક્રમમા કોટડા ચકાર,વરલી,બંદરા,જેવા ગામો માથી જનતા નો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પ્રચાર પ્રસાર સમયે જ જનતા જનાર્દનનો બહોળો પ્રતિસાદ મળવાના કારણે ચર્ચાનું કેંદ્ર બનેલા નારણભાઇ મહેશ્વરી જંગી બહુમતીથી જીતશે તેવો વિશ્વાસ વ્યકત કરી રહ્યા છે.

વિગતવાર વિડીયો સમાચાર જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.


https://youtu.be/w-6GKJiizgM



Post a Comment

0 Comments