ગુજરાત યોગ બોર્ડ ના યોગ કોચ અને વેદાંગ યોગ સેન્ટર ના સંચાલિકા પૂર્વી સોની દ્વારા પાંચ મી શિબિર નો પ્રારંભ કરવામાં આવ્યું

ભુજ : યોગ એ આપણી સંસ્કૃતિનું અભિન્ન અને મહત્વનું અંગ છે અને હવે તો વિશ્વએ આપણી સંસ્કૃતિ સ્વીકારી છે ત્યારે યોગ સાથે વઘુને વઘુ લોકો જોડાય તથા નિરોગી જીવનશૈલી તરફ આગળ વધે તે હેતુ સાથે શુક્રવારે ભુજ મા સર્વમંગલ આરોગ્યધામ ખાતે પાંચમી યોગ શિબિર યોજવામા આવી હતી. 

      યોગ, આયુર્વેદ તેમજ ભારતીય જીવનશૈલી દરેક રોગનું નિવારણ છે. આજના બેઠાળુ જીવનના કારણે અનેક નવા રોગનું સર્જન થવા લાગ્યું છે અને લોકોનું જીવન પણ તણાવયુકત બનવા લાગ્યું છે ત્યારે નિરોગી શરીર માટે યોગ ખુબજ જરુરી છે તેવું યોગ કોચ અને વેદાંગ યોગ સેન્ટર ના સંચાલિકા પુર્વી સોની એ શિબિર મા ભાગ લેવા આવેલા લોકો ને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું, સ્વયં યોગી હોવું એ સૌથી મોટી ઉપલબ્ધિ અને સફળતા છે, જ્યારે અન્યને યોગમય બનાવવા એ સૌથી મોટી સેવા છે

   આ શિબિરમાં ભુજ નગરપાલિકા ના કાઉન્સિલર શ્રી બિંદીયાબેન ઠકકર, ઈન્દ્રાબાઈ ગલર્સ હાઈસ્કૂલના નિવ્રુત આચાર્યશ્રી પન્નાબેન ઠકકર અને મીરા બેન ઠકકર દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું, આ શિબિર મા ચાલીસ જેવા લોકો એ ભાગ લીધેલ હતો અને આ શિબિર ત્રીસ દિવસ ની હોય છે,સર્વમંગલ આરોગ્યધામ ના ટ્રસ્ટી શ્રી મધુકાંતભાઈ સંઘવીનો સહકાર રહ્યો હતો, એવુ યોગ કોચ પુર્વી સોની ની યાદી મા જણાવવામા આવ્યું હતું.

વિડિયો સમાચાર જોવા અહીં ક્લીક કરો

Post a Comment

0 Comments