ભુજ પોસ્ટ ઓફીસ કૌભાંડનો આરોપી પોલીસને ચકમો આપી ભાગ્યો,પણ ગણત્રીની કલાકોમા જ પાછો ઝડપાયો

 


ભુજના ચકચારી પોસ્ટઓફીસ કૌભાંડમા નવો વણાંક સામે આવ્યો છે, આજે સવારે નવ વાગ્યાના અરસામા મુળ સુત્રધાર એવો સચીન ઠક્કર પોલીસને ચકમો આપી ભુજ એ ડીવિઝન પોલીસ માથી ફરાર થઈ ગયો હતો, ઘટનાની જાણ થતા ભુજ એ ડીવીઝન પોલીસ મથક મા દોડધામ મચી ગઈ હતી, સવારે સાફસફાઈ કરવા સમયે પોલીસની આંખોમા ધુળ નાખી આરોપી ફરાર થઈ ગયો હતો, છેલ્લે પોલિસે નાકાબંધી કરી અને ડોગ સ્કોવોડ પણ બોલાવી હતી, આ અંગે ડીવાય એસપી જે એન પંચાલે મીડીયાને માહિતી આપી હતી. ડોગ સ્કોવોડ, ડી સ્ટાફ, પેરોલ સ્કોવોડ અને એલસીબીના જવાનોએ ભારે દોડધામ કરી ગણત્રીની કલાકોમા આરોપી સચીન ઠક્કરને ભુજ એલસીબી દ્વારા ઝડપી લેવામા આવ્યો છે, આરોપી ઝડપાઈ જતા પોલીસતંત્રને હાશકારો થયો છે, પરંતુ ફરજમા નિષ્કાળજી છે કે કેમ? તે અંગેની તપાસ અત્રેના ડીવાયએસપી ને સોંપવામા આવી છે, જ્યારે ખાતાકીય તપાસ પુરી થાય ત્યારબાદ જો કોઈ કર્મચારીની નિષ્કાળજી સાબીત થશે તો ખાતાકિય કાર્યવાહી કરવામા આવશે તેવું શ્રી પંચાલ સાહેબે જણાવ્યું હતું,

વિગતવાર સમાચાર જોવા માટે અહીં આપેલી લીંક પર ક્લિક કરો

કચ્છ સંદેશ ટીવી ન્યુઝ


Post a Comment

0 Comments